7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ચાર-ચાર બેઠકો જીતી છે, ભાજપને બે અને આમ આદમી પાર્ટી અને ડીએમકેને એક-એક બેઠક મળી છે. બિહારમાં એક સીટ અપક્ષ ઉમેદવાર શંકરસિંહના ફાળે ગઈ છે. તેમણે JD(U)ના ઉમેદવાર કલાધર પ્રસાદ મંડલને હરાવીને રૂપૌલી વિધાનસભા બેઠક જીતી છે.
હિમાચલ પ્રદેશમાં, શાસક કોંગ્રેસે દેહરા અને નાલાગઢ વિધાનસભા બેઠકો જીતી છે, જ્યારે ભાજપે હમીરપુર વિધાનસભા બેઠક જીતી છે. પશ્ચિમ બંગાળમાં, સત્તાધારી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે તમામ ચાર બેઠકો, રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, માણિકતલા અને બગડા પર જીત મેળવી હતી. ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને મંગલૌર વિધાનસભા બેઠકો કોંગ્રેસના ઉમેદવારો પાસે ગઈ છે. મધ્યપ્રદેશમાં અમરવારા બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશ પ્રતાપ શાહે જીત મેળવી છે. પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ જલંધર પશ્ચિમ અનામત વિધાનસભા બેઠક પર જીત મેળવી છે. તમિલનાડુમાં, ડીએમકેના ઉમેદવાર વિકરાવંડી વિધાનસભા બેઠક જીતી ગયા છે.
Site Admin | જુલાઇ 13, 2024 8:17 પી એમ(PM)