સાતમા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. લોહીની અછતને રોકવા માટે વાર્ષિક પૌષ્ટિક આહાર અને કલ્યાણ અભિયાન અતંર્ગત લગભગ એક કરોડ 88 લાખ કાર્યક્રમો યોજાયા. 1 કરોડ 45 લાખ કાર્યક્રમોમાં પૂરક આહાર પર ધ્યાન કેન્દ્રીત કરાયું. સરકારે પોષણ સાથે અભ્યાસ ઝુંબેશ અંતર્ગત અંદાજે 1 કરોડ, 59 લાખ કાર્યક્રમોનું આયોજન કર્યું. જે અંતર્ગત લોકોમાં જાગૃતતા વધારવા માટે પર્યાવરણ સંરક્ષણ અને આ પ્રકારની અન્ય ઝુંબેશ પણ ચલાવવામાં આવી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અનુસાર આ વર્ષે પોષણ માસ અભિયાનમાં મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આંધ્ર પ્રદેશનું પ્રદર્શન સારુ રહ્યું.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:32 પી એમ(PM) | પોષણ માસ