સાતમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
1લી સપ્ટેમ્બરથી શરૂ થયેલો પોષણ મહિનો આ મહિનાની 30મી સુધી ચાલુ રહેશે. આ અભિયાનની શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એનિમિયા, સંતુલિત વિકાસ, પૂરક આહાર અને પોષણ, શિક્ષણ અને વધુ સારા વહીવટ માટે ટેકનોલોજી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અભિયાન દરમિયાન, એક પેડ મા કે નામ પહેલ દ્વારા પર્યાવરણીય સંરક્ષણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત 13 લાખ 95 હજાર આંગણવાડી કેન્દ્રોને વૃક્ષારોપણમાં સામેલ કરવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં પૂરક આહાર સંબંધિત 20 લાખથી વધુ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરના વિવિધ રાજ્યોના 756 જિલ્લા જાગૃતિ અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે અને લોકોને પોષણ સંબંધિત માહિતી પૂરી પાડી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:48 એ એમ (AM)
સાતમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે
