ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 7:45 પી એમ(PM)

printer

સાતમા રાષ્ટ્રીય પોષણ માસનો દેશવ્યાપી પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી .. માતા અને બાળકના સુપોષણ પર ભાર મૂકાયો

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રવ્યાપી પોષણ માહની સાતમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો. આ આવૃત્તિમાં દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે એનિમિયા અંગે જાગૃતિ, પોષણ ભી પઢાઈ ભી, અને ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પૂરક આહાર પર ભાર મૂકવામાં આવશે.આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે, દેશમાં તંદુરસ્ત અને સશક્ત મહિલાઓ તથા બાળકીઓ દ્વારા જ વિક્સિત ભારતનો સંકલ્પ સાકાર થઈ શકશે. તાજેતરનાં કેન્દ્રીય અંદાજપત્રમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મહિલાઓ અને બાળકીઓ માટેની વિવિધ યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે નવીન આંગણવાડીઓનાં ગુજરાત મોડલ અને શાસનમાં ટેકનોલોજી ઉપયોગની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે બોલતાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઈકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ