ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 2:03 પી એમ(PM) | સાઉદી અરેબિયા

printer

સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 31 જુલાઈના રોજ બનેલી આ ઘટના સંદર્ભે મધ્ય પૂર્વના શક્તિશાળી દેશ ગણાતા સાઉદી અરેબિયાએ પહેલીવાર આવી પ્રતિક્રિયા આપી છે.
સાઉદીના નાયબ વિદેશ મંત્રી વાલીદ અલ-ખુરાઈજીએ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના 57માં રાષ્ટ્રીય ઈસ્લામિક સહકાર સંગઠનની બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું. વધુમાં તેમણે સાઉદી અરેબિયાના “રાજ્યોના સાર્વભૌમત્વના ઉલ્લંઘન અથવા કોઈપણ દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ” ના અસ્વીકાર પર ભાર મૂક્યો હતો.
ગામ્બિયાના વિદેશમંત્રી મામાદૌ ટંગારાએ હાનિયેની હત્યા અને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પ્રાદેશિક સંઘર્ષ વધવાની ચેતવણી ઉચ્ચારી છે. તો બીજી તરફ તુર્કીએ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત – ICJમાં ઇઝરાયેલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના નરસંહાર સંદર્ભે અરજી કરી છે. આ કેસમાં ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીને લગતો કેસ પણ સામેલ છે. જોકે આતંરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આ મામલે હજી કોઈ સુનાવણી હાથ ધરી નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ