સાંસ્કૃતિક વારસો પાછો લાવવાની પહેલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને એક કરોડ ડોલરની કિંમતની 14સોથી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ પરત કરવાની જાહેરાત કરી. જેમાં ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં તાજેતરમાં પ્રદર્શિત કરાયેલી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. તેમાં એક દૈવી નૃત્યાંગનાની રેતીના પથ્થરની પ્રતિમાનો પણ સમાવેશ થાય છે, જેને મધ્ય ભારતમાંથી ગેરકાયદેસર રીતે લંડન લઈ જવામાં આવી હતી.
સાંસ્કૃતિક સંપત્તિના ગેરકાયદે વેપાર સામે લડવા અને ચોરાયેલી કલાકૃતિઓ પરત કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે જુલાઈમાં થયેલા કરારને વેગ મળ્યો છે. માત્ર બે મહિના પહેલા જ અમેરિકાએ ઈસવીસન પૂર્વેના 2 હજાર થી ઈસવીસનના 1900 સુધીના ચાર હજાર વર્ષ સુધીની 297 કલાકૃતિઓ ભારતને પરત કરી હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 2016થી અમેરિકાએ ભારતને 578 સાંસ્કૃતિક વસ્તુઓ પરત મોકલી છે. આ કલાકૃતિઓની પુનઃસંગ્રહ ભારત અને અમેરિકા વચ્ચે સાંસ્કૃતિક સહકાર પર વધતા ભારને પ્રતિબિંબિત કરે છે, જે વૈશ્વિક વારસાના સંરક્ષણમાં સકારાત્મક પ્રકરણને ચિહ્નિત કરે છે.
Site Admin | નવેમ્બર 17, 2024 3:00 પી એમ(PM)