કેન્દ્રએ જણાવ્યું છે કે સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપની અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં રોકાણ કરનારા 17 હજાર 250 દાવેદારોને અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે સહારા ઈન્ડિયા ફાઈનાન્સ કંપનીઓ દ્વારા 3.07 કરોડ રોકાણકારો પાસેથી લગભગ 26 હજાર કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. અને રોકાણકારોને નાણાં પરત કરવા પર નિયમનકાર સેબી અને સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી સમિતિઓ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. શ્રીમતી સીતારામને ઉમેર્યું હતું કે, રોકાણકારોની કાયદેસરતા અને દસ્તાવેજોની સત્યતા ચકાસ્યા બાદ રકમ પરત કરવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 2:41 પી એમ(PM) | નાણાંમંત્રી નિર્મલા સીતારમણ | લોકસભા