ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 7:56 એ એમ (AM) | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

printer

સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સવારથી શાંતિપૂર્ણ મહાલોમાં મતદાન શરૂ થયું છે. સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા. કુલ 1 હજાર 844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થતાં 1 હજાર 677 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આ માટે કુલ 7 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે.
આ ઉપરાંત ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત 178 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની 52 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. જેમાં 157 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે.
મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે જિલ્લામાં 98 બુથ પર મતદાન શરૂ થયું છે. જેમાં 72 સંવેદનશીલ બુથ છે અને 26 બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.
છોટાઉદેપુર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. જેમાં 21 હજાર 767 જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે.
ડાંગ જિલ્લા જિલ્લા પંચાયતની કડમાળ બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 14 હજાર 257 મતદારો પોતાના મતાધિકારનો કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાના ચલાલા, લાઠી, રાજુલા, જાફરાબાદ નગરપાલિકા તથા અમરેલી, સાવરકુંડલા, દામનગરનાં પાલિકાની ચાર સામાન્ય અને ત્રણ વોર્ડની પેટા ચુંટણીમાં અને તાલુકા પંચાયતની વોર્ડ અને જુના વાઘણીયા, કરિયાણા, મીઠાપુર તાલુકા પંચાયત અને ત્રણ બેઠકોની પેટા ચુંટણી માટે આજે મતદાન શરૂ થયું છે.
રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા એમ પાંચ નગરપાલિકા તથા ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થશે. આ માટે ૩૧૭ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 164 ઉમેદવારો મેદાનમાં છે. સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને ૭ની પેટા ચૂંટણીમાં કુલ 4 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. સમી તાલુકા પંચાયતની ૭-કનીજ બેઠક અને સિધ્ધપુર તાલુકા પંચાયતની ૧૯-સમોડા બેઠકની પેટા ચૂંટણીનું આજે મતદાન થશે.
વલસાડ નગરપાલિકામાં 11 વોર્ડની કુલ 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, બાકીની 37 બેઠકો માટે 105 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જેમાં મતદારો 100 મતદાન મથકો પર મતદાન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ