સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે.
આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથને જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ સર્વોચ્ચ અદાલત સમક્ષ અનિર્ણિત કેસનો નિકાલ કરવાનો છે. તેમણે અરજદારોને લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે આ પહેલને વિવાદોનાં સ્વૈચ્છિક અને સૌહાદભર્યા ઉકેલ માટેના મંચ તરીકે સરખાવી હતી. ન્યાયમૂર્તિ વિશ્વનાથને ઉમેર્યું કે, લોક અદાલતો ન્યાય મેળવવા માટેનું કાર્યક્ષમ અને કિફાયતી માધ્યમ છે.
Site Admin | જુલાઇ 29, 2024 11:09 એ એમ (AM) | India | lokadalat
સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે
