ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 11, 2024 7:55 પી એમ(PM) | NEET-UG

printer

સર્વોચ્ચ અદાલતે NEET UG 2024 કેસની સુનાવણી 18 જુલાઇ પર મુલતવી રાખી છે

સર્વોચ્ચ અદાલતે NEET UG 2024 કેસની સુનાવણી 18 જુલાઇ પર મુલતવી રાખી છે… સીબીઆઇએ આ મુદ્દે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ ન કર્યો હોવાથી મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી.
બેન્ચે જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NTAએ અદાલતનાં 8 જુલાઇનાં આદેશને અનુરુપ સોંગદનામા રજૂ કર્યા છે. જો કે કેટલાંક ફરિયાદીઓ વતી હાજર રહેલા વકીલોને એ સોગંદનામા હજુ મળ્યા નથી.
સર્વોચ્ચ અદાલત આજે વિવાદાસ્પદ NEET-UG 2024 મેડિકલ પ્રવેશ પરીક્ષાને લગતી શ્રેણીબદ્ધ અરજીઓની સુનાવણી કરવાની હતી, જેમાં 5 મેનાં રોજ પરીક્ષા દરમિયાન ગેરરીતિઓનો આક્ષેપ કરતી અને ફરીથી પરીક્ષાની માંગણી કરતી અરજીઓનો સમાવેશ થાય છે. બુધવારે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું હતું કે,શિક્ષણ મંત્રાલયે IIT મદ્રાસને NEET-UG પરિણામોના વ્યાપક ડેટાનું વિશ્લેષણ કરવા વિનંતી કરી હતી અગાઉ સોમવારે અદાલતે કહ્યું હતું કે, NEET-UG 2024ની પ્રામાણિકતા સાથે ચેડાં થયા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ