સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો હવે ખનિજ અધિકારો પર બાકી વેરો વસૂલ કરી શકશે.
સર્વોચ્ચ અદાલતે એ દલીલને નકારી કાઢી હતી કે તેનો 25 જુલાઈનો આદેશ રાજ્યોને ખનિજ અધિકારો પર કર વસૂલ કરવાની સત્તા આપતો હતો તે 1 એપ્રિલ, 2005 પહેલાંના ખનિજ અધિકારો પર લાગુ થશે નહીં.
સર્વોચ્ચ અદાલતે 25 જુલાઈએ આદેશ આપ્યો હતો કે રાજ્યોને ખનિજ અધિકારો પર કર લાદવાની સત્તા છે. ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન અધિનિયમ 1957 રાજ્યોના અધિકારોને મર્યાદિત કરતું નથી.
Site Admin | ઓગસ્ટ 14, 2024 2:45 પી એમ(PM)