સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર પાસે બુલડોઝર દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર મનાઇ હૂકમ આપવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, તે રાજ્ય સરકારનાં જવાબની રાહ જોવા માંગે છે. જો અદાલતનું અપમાન થયું હોય તેવું જણાય તો યોગ્ય કાર્યવાહી કરાશે અને સ્થિતિ પૂર્વવત કરવાનો નિર્દેશ પણ અપાશે.
અદાલતે ગુજરાત સરકારને નોટીસ જારી કરી છે આ મામલે વધુ સુનાવણી 16 ઓક્ટોબરે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે બુલડોઝર કાર્યવાહી અટકાવવાના સર્વોચ્ચ અદાલતનાં 17 સપ્ટેમ્બરનાં આદેશ બાદ પણ મોટા પાયે અતિક્રમણ કાર્યવાહી ચાલુ રહેતા અદાલતી અવમાનના બદલ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજકર્તાએ ગીર સોમનાથના કલેક્ટર સહિતનાં અધિકારીઓ સામે પગલાં લેવાની માંગણી કરી છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:33 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત