સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા અંગેની અરજી પર સુનાવણી કરતા રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.
જોકે સર્વોચ્ચ અદાલતે આ મામલે વચગાળાનો મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ બી.આર ગવાઈ અને કે.વી. વિશ્વનાથને સુમ્માસ્ત પટણી મુસ્લિમ જમાત ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 28 સપ્ટેમ્બરે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 4, 2024 3:11 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત