સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- NTAને નીટ-યૂજી 2024ના તમામ પરીક્ષાર્થીઓના પરિણામો, શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં વેબસાઇટ પર મૂકવા કહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે. બી પારદીવાલા તેમજ ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠે ઉમેદવારોના નામ જાહેર ન કરતા, શહેર અને કેન્દ્ર પ્રમાણે પરિણામ પ્રકાશિત કરવા નિર્દશ કર્યા છે. સર્વોચ્ચ અદાલતની આ ખંડપીઠ મેડિકલ પરીક્ષા સંદર્ભેની 40 અરજીઓ પર સુનાવણી શરૂ કરી છે. આગામી સુનાવણી સોમવારે થશે. આ પૂર્વે ખંડ પીઠે પરીક્ષાની વિશ્વસનિયતા સાથે ચેડાં થયા હોવાનું સ્વીકાર્યુ હતું. જોકે અદાલતે કહ્યું કે પરીક્ષા રદ્દ કરવી અંતિમ નિર્ણય ન હોઈ શકે, કારણ કે તેની સાથે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે.
Site Admin | જુલાઇ 18, 2024 8:10 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત