સર્વોચ્ચ અદાલતે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાને યુટ્યુબ શોમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે નોંધાયેલી અનેક ફરિયાદોના સંદર્ભમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. તેમણે તાજેતરમાં ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં મહેમાન ભૂમિકા દરમિયાન અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો.અદાલતે અલ્લાહબાદિયાઅને તેમના સાથીઓને આગામી આદેશો સુધી શોના કોઈપણ એપિસોડનું પ્રસારણ કરવાથી રોક્યા છે. વધુમાં, તેમને થાણે પોલીસ સ્ટેશનમાં તેમનો પાસપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો અને પૂર્વ પરવાનગી વિના દેશછોડવા પર પ્રતિબંધ મૂક્યો.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 6:34 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલતે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાને યુટ્યુબ શોમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે નોંધાયેલી અનેક ફરિયાદોના સંદર્ભમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું
