સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આજે આ ચૂકાદો આપ્યો.
અદાલતે કહ્યું હતું કે, સમગ્ર પરીક્ષાની પવિત્રતાને અસર કરતાં હોય તે રીતે પેપર ફૂટ્યું હોય તેવા કોઇ નિર્દોષ કે પૂરાવા મળ્યા નથી. સમગ્ર પરીક્ષા ફરી લેવાના આદેશથી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પર ગંભીર અસરો પડશે અને શૈક્ષણિક સત્રનું સમયપત્ર ખોરવાશે. પરિણામે આગામી વર્ષોના શિક્ષણ ઉપર પણ બહુગામી અસર પડશે. તેથી સમગ્ર પરીક્ષા રદ કરી શકાય નહીં.
Site Admin | જુલાઇ 23, 2024 7:48 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે
