ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 3, 2025 3:51 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળની શાળાઓમાં 25 હજારથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય ઠેરવતા કલકત્તા વડી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો

સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળની શાળાઓમાં 25 હજારથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય ઠેરવતા કલકત્તા વડી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સમગ્ર પસંદગી પ્રક્રિયામાં છેડછાડ થઈ છે જેનાથી તેની વિશ્વસનીયતા અને કાયદેસરતા પર અસર પડી છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની ખંડપીઠે કહ્યું, પશ્ચિમ બંગાળની શાળાઓમાં નવી પસંદગી પ્રક્રિયા ત્રણ મહિનામાં પૂર્ણ થવી જોઈએ. અદાલતે માનવતાવાદી ધોરણે દિવ્યાંગ કર્મચારીઓ માટે છૂટ આપી હતી અને કહ્યું હતું કે તેઓ નોકરીમાં રહેશે.
ભરતી વિવાદમાં કેન્દ્રીય તપાસ સંસ્થાની તપાસના કલકત્તા વડી અદાલતના આદેશને પડકારતી અરજી પર આવતીકાલે સુનાવણી થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ