ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2024 2:20 પી એમ(PM) | નીટ યુજી

printer

સર્વોચ્ચ અદાલતે નીટ યૂજી પેપર લીક મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સવાલો પૂછ્યા

નીટ-યુજી કથિત પેપર ગેરરીતિ મામલે સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NTA ને કેટલાક સવાલોના જવાબ આપવા જણાવ્યું છે. અદાલત સમક્ષ NTAએ સ્વીકાર્યું કે આઠ જેટલા કેન્દ્રોમાં ખોટા પેપર અપાયા હતા, જોકે તેમનું સ્તર, મૂળ પ્રશ્નોપત્રો જેટલું જ હતું. આથી એનટીએ એ વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નપત્રો આપવાનું જ યોગ્ય માન્યું. એનટીએ કાઉન્સિલે સ્વીકાર્યું કે કેનરા બૅંકના પેપર વાળા ઉમેદવારોની સંખ્યા 3000થી થોડી વધારે છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે વ્યાપક સ્તરે પેપર લીક થયા હોવાના હજી સુધી કોઈ પુરાવા નથી.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે. બી પારડીવાલા તેમજ ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠે પુન પરીક્ષા કરાવવા અંગેની 40 અરજીઓની સુનાવણી કરી રહી છે. આ પૂર્વે સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- ટ-યૂજી 2024ના તમામ પરીક્ષાર્થીઓના પરિણામો, ગત શનિવારે વેબસાઇટ પર મૂકવા જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ