સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરિક્ષામાં કથિત ગેરરિતી મુદ્દે કરવામાં આવેલી સંખ્યાબંધ અરજીઓ પરની સુનાવણી 18 જુલાઇ પર મોકૂફ રાખી છે. સીબીઆઇએ આ મુદ્દે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ ન કર્યો હોવાથી મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી. બેન્ચે જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર અને એનટીએએ અદાલતનાં 8 જુલાઇનાં આદેશને અનુરુપ સોંગદનામા રજૂ કર્યા છે. જો કે, કેટલાંક ફરિયાદીઓ વતી હાજર રહેલા વકીલોને એ સોગંદનામા હજુ મળ્યા નથી.
Site Admin | જુલાઇ 11, 2024 4:46 પી એમ(PM) | નીટ યુજી