સર્વોચ્ચ અદાલતે દિલ્હી-એનસીઆર રાજ્યોને તાત્કાલિક ધોરણે ગ્રેપ-4 એટલે કે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધને લાગુ કરવા માટે તાત્કાલિક ટુકડી બનાવવા આદેશ આપ્યો છે. દિલ્હી-એનસીઆરમાં હવા ગુણવત્તા અને ધુમ્મસને જોતા સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યોછે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, જો હવા ગુણવત્તા સૂચકાંક- એક્યૂઆઈ 450ની નીચે જશે તો પણ આ પ્રતિબંધ યથાવત્ રહેશે. અદાલતે દિલ્હી અને આજુબાજુના રાજ્યોને ધોરણ 12 સુધીના પ્રત્યક્ષ વર્ગો બંધ કરવા તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે ફટાકડા પરના પ્રતિબંધનોઅમલ ન કરવા બદલ પણ દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી.તેમજ દિલ્હી સરકાર અને પોલીસ કમિશનર પાસેથી આ પ્રતિબંધને લાગુ કરવા લેવાયેલા પગલાની વિગત આપતું સોગંદનામુંમગાવ્યું હતું. ન્યાયાધીશ અભય એસ. ઑકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે જણાવ્યું કે, તમામ નાગરિકો પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહે તે સુનિશ્ચિત કરવુંએ તમામ રાજ્યોની બંધારણીય ફરજ છે. શુક્રવારે સુનાવણી માટે આ મામલાની યાદી આપતાંબેન્ચે કહ્યું કે, સંબંધિત રાજ્ય સરકારો દ્વારા ગંભીર હવાગુણવત્તા સૂચકાંકને ઘટાડવા માટે તમામ સંભવિત પગલાં લેવા જોઈએ.
Site Admin | નવેમ્બર 18, 2024 7:55 પી એમ(PM)