સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
ન્યાયાધીશ બી. આર. ગવઈ અને કે. વી. વિશ્વનાથને સુનાવણી દરમિયાન નોંધ્યું કે કવિતા છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ છે. સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના જામીન નહીં આપવાન નિર્ણયને ફગાવ્યો હતો.
પ્રવર્તમાન નિદેશાલય – EDએ ગત 15 માર્ચના રોજ હૈદારબાદના બંજાર હિલ્સ ખાતેથી કે કવિતાની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદથી તેઓ તિહાડ જેલમાં બંધ હતા. બાદમાં સીબીઆઈએ 11 એપ્રિલના રોજ તિહાડ જેલથી તેમની ધરપકડ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 27, 2024 7:50 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત