સર્વોચ્ચ અદાલતે દિલ્હીની હવાની ખૂબ જ ખરાબ ગુણવત્તાના પડકારને પહોંચી વળવા અત્યારે અમલમાં મૂકાયેલ ચોથા દરજ્જાની પ્રતિભાવ કાર્ય યોજના- GRAP ને આગામી બીજી ડિસેમ્બર સુધી યથાવત રાખવાનો આદેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ અભય ઓખ અને ઓગસ્ટાઇન જયોર્જની બેંચે તેમના આદેશમાં જણાવ્યું છે કે, સર્વોચ્ચ અદાલત હવાના પ્રદૂષણના લાંબા ગાળાના ઉકેલ મેળવવા આ મુદ્દાને લગતી અરજીઓની સુનાવણી ચાલુ રાખશે. અદાલતે જણાવ્યું છે કે, GRAPના નિયંત્રણો ઘટાડવા અંગે નિર્ણય લેવા હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચની બેઠક યોજાશે.
Site Admin | નવેમ્બર 28, 2024 8:06 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલતે દિલ્હીની હવાની ખૂબ જ ખરાબ ગુણવત્તાના પડકારને પહોંચી વળવા અત્યારે અમલમાં મૂકાયેલ ચોથા દરજ્જાની પ્રતિભાવ કાર્ય યોજના- GRAP ને આગામી બીજી ડિસેમ્બર સુધી યથાવત રાખવાનો આદેશ આપ્યો છે
