સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદનાં સીલ કરવામાં આવેલા વિસ્તાર ‘વઝુખાના’નો એએસઆઇ સર્વે કરાવવા હિન્દુ પક્ષકારોએ કરેલી અરજીને પગલે જ્ઞાનવાપી મસ્જિદ સમિતીનો પ્રતિસાદ માંગ્યો છે. આ વિસ્તારમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો હિન્દુઓનો દાવો છે.
2023માં સર્વોચ્ચ અદાલતે વઝુખાના સિવાયના વિસ્તારોમાં તોડફોડ વિના મસ્જિદનો એએસઆઇ સર્વૈ કરવાની મંજૂરી આપી હતી.
Site Admin | નવેમ્બર 22, 2024 2:25 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત