ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2024 8:03 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલમાં કથિત નાણાંકીય ગેરરીતીમાં સીબીઆઇ તપાસને પડકારતી સંદિપ ઘોષની અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલમાં કથિત નાણાંકીય ગેરરીતીમાં સીબીઆઇ તપાસને પડકારતી સંદિપ ઘોષની અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘોષ બંગાળ સરકાર હસ્તકની કોલકાતાની આ હોસ્પીટલ અને કોલેજના આચાર્ય હતા.મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચેઅરજી સાંભળવાનો ઇન્કાર કરતાં જણાવ્યું હતું કે, કોલકાતાની વડી અદાલત આ તપાસ ઉપર દેખરેખ રાખી રહી છે. અને વડી અદાલતે સીબીઆઇને તપાસ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે આમુદ્દે દરમિયાનગીરી કરવાનો સંદિપ ઘોષને અધિકાર નથી. જો કે, ઘોષના વકિલ મિનાક્ષી અરોરાએ એવી રજૂઆત કરી હતી કે,ઘોષે હોસ્પીટલમાં કથિત નાણાંકિય ગેરરીતીમાં સીબીઆઇને તપાસને પડકારી નથી પણ આ કેસને હોસ્પીટલમાં તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા કેસ સાથે જોડવાની વાતને પડકારી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ