સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને આવતીકાલે તેમનાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી ગુરૂવારે થશે.
નીટ યુજી પરિક્ષામાં ગેરરિતી અને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરિક્ષા લેવાનો નિર્દેશ આપવાની માંગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડ પીઠ સુનાવણી કરી રહી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, પરિક્ષાની પવિત્રતા સાથે સમાધાન થયું છે તેમાં કોઈ શંકા નથી. તેમણે જણાવ્યું કે, પુનઃ પરિક્ષાનો આદેશ આપતા પહેલાં કેટલાં પ્રમાણમાં પેપર લીક થયા છે તે જાણવું જરૂરી છે. અદાલતે જણાવ્યું કે, પરિક્ષા રદ કરવી એ અંતિમ ઉપાય છે..
Site Admin | જુલાઇ 9, 2024 10:42 એ એમ (AM) | aakahvani | aakashvaninews | neetexam | neetexamupdate | neetug2024 | newsupdate