સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ન્યાયમૂર્તિ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ સ્વતંત્ર અને આંતરિક તપાસ પ્રક્રિયાથી અલગ છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કથિત રીતે રોકડ રકમ મળી આવી હોવાના અહેવાલો બાદ આ નિવેદન આવ્યું છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ચાર સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિઓના બનેલા કોલેજિયમે ગુરુવારે પ્રસ્તાવની તપાસ કરી હતી. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતના સલાહકાર ન્યાયમૂર્તિઓ, સંબંધિત ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને ન્યાયમૂર્તિ યશવંત વર્માને પત્રો લખવામાં આવ્યા. નિવેદનમાં જણાવાયું છે કે મળેલા પ્રસ્તાવોની તપાસ કર્યા પછી કોલેજિયમ ઠરાવ પસાર કરશે.
Site Admin | માર્ચ 22, 2025 7:59 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ન્યાયમૂર્તિ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ સ્વતંત્ર અને આંતરિક તપાસ પ્રક્રિયાથી અલગ છે.
