વર્ષ 2019માં મદદનીશ શિક્ષક ભરતી પરીક્ષા દ્વારા પસંદ કરાયેલા 69 હજાર સહાયક શિક્ષકોની સુધારેલી યાદી તૈયાર કરવાના ઉત્તર પ્રદેશ સરકારને આપેલા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સર્વોચ્ચ અદાલતે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. જૂન 2020 અને જાન્યુઆરી 2022 માં રાજ્ય સત્તાવાળાઓ દ્વારાજારી કરવામાં આવેલ, 6 હજાર 800 સહાયક શિક્ષકોની યાદી તેયાર કરવાના આદેશ ઉપર પણ સર્વોચ્ચ અદાલતે સ્ટે મૂક્યોહતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અનેન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે રવિ કુમાર સક્સેના અનેઅન્ય 51 લોકો દ્વારા કરવામાં આવેલીઅરજી પર સુનાવણી હાથ ધરી હતી. જેમાં રાજ્યસરકાર અને યુપી બેઝિક એજ્યુકેશન બોર્ડના સચિવ સહિત અન્યને પણ નોટિસ પાઠવી હતી.બેન્ચે કહ્યું કે તે આ મહિનાની 23મી તારીખથી શરૂ થતા સપ્તાહમાં વધુ સુનાવણી નક્કી કરશે. ગયા મહિનાની શરૂઆતમાં, હાઇકોર્ટે રાજ્ય સરકારને નવીપસંદગી યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો અનામત કેટેગરીના લોકોને કાયદાની જોગવાઈના પ્રમાણમાં પસંદ કરવામાં આવ્યા નથીતેવી અનેક અરજીઓ મળ્યા હાઇકોર્ટે રાજ્ય સરકારને નવી પસંદગી યાદી તૈયાર કરવાનો આદેશઆપ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 7:12 પી એમ(PM) | ઉત્તર પ્રદેશ | સર્વોચ્ચ અદાલત