સર્વોચ્ચ અદાલતે ચાર-એકની બહુમતીના નિર્ણયમાં આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા – 6 એની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની પીઠે કહ્યું કે, ‘આસામ સમજૂતી ગેરકાયદેસર શરણાર્થીઓની સમસ્યાનો રાજકીય ઉકેલ છે.’ ન્યાયાધીશ સૂર્ય કાન્ત, એમ. એમ. સુંદરેશ અને મનોજ મિશ્રાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, ‘સંસદ પાસે આ જોગવાઈને લાગુ કરવાની કાયદાકીય ક્ષમતા હતી.’
Site Admin | ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલતે આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા – 6 એ ની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી
