અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની મોટી વસતી ધરાવતા નર્મદા, સાબરકાંઠા, મહીસાગર, અને ડાંગ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.
તો નવસારી જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેરગામ, રાનકુવા માં અનામત બચાવવા શાંતિપૂર્ણ સજ્જડ બંધ પાળવામાં આવ્યો, જ્યારે અન્ય સ્થળોએ બંધની આંશિક અસર જોવા મળી. તો વાંસદા નગર સિવાયના ગામડાઓમાં બંધના એલાનને સમર્થન અપાયું.
Site Admin | ઓગસ્ટ 21, 2024 7:35 પી એમ(PM)