સર્વોચ્ચ અદાલતમાં આર.જી. કર કેસની સુનાવણીના ગણતરીના કલાકોમાં કેન્દ્રીય તપાસ સંસ્થા – સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ મંગળવારે રાતે પીડિતાના સોદપુર સ્થિત ઘરે પહોંચી હતી અને પરિવારજનોની પૂછપરછ કરી હતી.સીબીઆઈએ આ કેસ હાથમાં લીધો ત્યારે પીડિતાના માતા-પિતાએ તપાસ એજન્સીને એક પત્ર લખ્યો હતો.
આ પત્રના આધારે સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. પીડિતાના માતા-પિતાએ અગાઉ પુરાવાઓ સાથે ચેડા થયાનો આરોપ મૂક્યો હતો. આથી સીબીઆઈ આ દિશામાં તપાસ કરી રહી છે. સર્વોચ્ચ આદાલતની સુનાવણી બાદ પીડિતાના માતા-પિતાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પુરાવાઓ સાથે ચેડાં કરનારા લોકો સામે પગલાં લવાની માગ કરી હતી.