સરહદ સુરક્ષા દળ BSF દ્વારા યોજાઇ રહેલા બુટ કેમ્પના નવમા તબક્કાનો બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગઇકાલે આરંભ થયો છે. દાંતીવાડાની સરકારી ITIના 20 વિદ્યાર્થી કેમ્પમાં ભાગ લઈ
રહ્યા છે. આવતીકાલે આ કેમ્પનું સમાપન થશે.વિદ્યાર્થીઓને શારીરિક પ્રશિક્ષણની સાથે યોગ, હથિયાર વગર બચાવ અંગે જાણકારી, પડકારોનો સામનો કરવો, મેપ રીડિંગ, સરહદ દર્શન અને સરહદના સંત્રીઓના દિનચર્ચા અંગેની અનોખી માહિતી આપવામાં આવે છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 8:37 એ એમ (AM)
સરહદ સુરક્ષા દળ BSF દ્વારા યોજાઇ રહેલા બુટ કેમ્પના નવમા તબક્કાનો બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગઇકાલે આરંભ થયો છે
