સરહદી સુરક્ષા દળના જવાનો દ્વારા દાંતીવાડા ખાતે દશેરાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.. આજના આ દિવસની ઉજવણી નિમિત્તે દાંતીવાડા કેમ્પ ખાતે બે દિવસીય મેળાનું આયોજન કરાયું હતું.. સૈનિકો અને તેમના પરિવારજનો દ્વારા મા દુર્ગાની મૂર્તિનું સ્થાપન પણ કરાયું હતું..
આ મેળા દરમિયાન બી.એસ.એફ જવાનો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવશે. દશેરાના તહેવાર પર, રાવણનું 50 ફૂટ અને કુંભ કર્ણ અને મેઘનાથનું 30-30 ફૂટનું પૂતળું બી.એસ.એફ.ના જવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જેનું આજે દહન કરાશે. આ અવસરે, બોર્ડર ગાર્ડ્સ અને તેજસ્વી 123 બટાલિયનના બાળકો દ્વારા રામલીલાના ટૂંકા સ્કેચ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ બે દિવસ દરમિયાન બીએસએફના ઉચ્ચ અધિકારીઓ પણ મુલાકાત લેશે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 3:07 પી એમ(PM)