રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં વરસેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 52 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 206 જળાશયોમાં 34 ટકાથી વધુનો જળસંગ્રહ થયાના જળસંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
જળસંપત્તિ વિભાગના જણાવ્યા મુજબ, આજે સવારે 8 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના વાગડીયા, વાંસલ અને સસોઈ-2 એમ ત્રણ જળાશય સંપૂર્ણ છલકાતા હાઈઅલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના 5 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે, જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી ડેમને અલર્ટ અપાયું છે.
જ્યારે જામનગરના ફુલઝર-1, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-2 તથા જામનગરના ફુલઝર (કે.બી.) ડેમ રાજ્યના કુલ સાત જળાશય 70થી 80 ટકા વચ્ચે ભરાતા ચેતવણી આપવામાં આવી છે.
Site Admin | જુલાઇ 16, 2024 4:01 પી એમ(PM) | સરદાર સરોવર ડેમ