સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિવિધ વિદ્યાશાખાના ૧૬ હજાર ૨૧૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા.
આ પ્રસંગે રાજયપાલે પદવીધારકોને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવી પોતાના જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો.
(બાઇટ-રાજ્યપાલ)
શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દીક્ષાંત એ માત્ર શિક્ષાંત ન બની રહે તે માટે વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:38 પી એમ(PM) | સરદાર પટેલ યુનિવર્સિટી
સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો
