સરકાર વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલી રહી છે. ચળવળના સંયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસનેદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક મુખ્યસંયોજક નાહિદ ઇસ્લામે સોશિયલ મીડિયાપ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વિડિઓ સંદેશ દ્વારા આ જાહેરાત કરી હતી. સંયોજકોનાજણાવ્યા અનુસાર, ડૉ. યુનુસ આ ભૂમિકાનિભાવવા માટે સંમત થયા છે. બાંગ્લાદેશમાં પોલીસ અને વિદ્યાર્થીઆંદોલનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 90 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રચંડવિરોધને કારણે શેખ હસીનાએ વડા પ્રધાનતરીકે રાજીનામું આપ્યા પછી રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને દેશ ચલાવવા માટેવચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:28 પી એમ(PM) | બાંગ્લાદેશ
સરકાર વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલુ
