કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશના ખેડૂતોને MSP પ્રદાન કરવા અને પ્રણાલીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સૂચનો આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સમિતિને કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનને વધુ સ્વાયત્તતા આપવાની શક્યતા તપાસવા માટે કહેવામાં આવ્યું હતું.
શ્રી ચૌહાણે એમ પણ ઉમેર્યું હતું કે 2001માં એગ્રીકલ્ચર માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 27 રાજ્યોમાં કુલ 48 હજાર 512 ગોડાઉનને 940 લાખ ટનની સંગ્રહ ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે અને ચાર હજાર 700 થી વધુની સબસિડી આપવામાં આવી છે.. મંત્રીએ કહ્યું કે કૃષિ માળખાકીય કોષ હેઠળ 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 72 હજાર 222 પ્રોજેક્ટ માટે લગભગ 46 હજાર કરોડ રૂપિયા પણ મંજૂર કરવામાં આવ્યા છે.
Site Admin | જુલાઇ 30, 2024 7:57 પી એમ(PM) | કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી