રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની સરકારે યુવાનોના શિક્ષણ અને રોજગારની નવી તકો ઉભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉમેર્યું કે, દેશની ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ અપાશે.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પ્રણાલી પૂરી પાડવામાં આવી રહી છે. મહિલા સશક્તિકરણ અંગે તેમણે કહ્યું કે, સરકાર મહિલા-નેતૃત્વ વિકાસના વિઝન સાથે કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યુ હતું કે , બેંકિંગ અને ડિજી પેમેન્ટ સખીઓ નાણાકીય સમાવેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
દેશમાં એક મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે લેવામાં આવેલી પહેલ પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની સરકારે સામાજિક ન્યાય અને સમાનતા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં ઈન્ડિયા એઆઈ મિશન શરૂ કરાયું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની પણ પ્રશંસા કરતા કહ્યું કે, નાના દુકાનદારોને આનો લાભ મળી રહ્યો છે. સાયબર ક્રાઈમના વધતા જતા કેસ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, તેમની સરકાર સાયબર છેતરપિંડીને રોકવા માટે નક્કર પગલાં લઈ રહી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને હવે દેશ કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલ્વે લાઇન દ્વારા જોડાશે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:39 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કાર્યરત : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
