વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે સરકાર ડેટાની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે કાનૂની માળખુ રજૂ કરશે. ટેક્નોલોજી અને નવીનીકરણનાં રોકાણ માટે ભારતને મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપવાની હિમાયત કરતા શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તેની મજબૂત કાયદાકીય વ્યવસ્થાની સાથે એક નવું માળખું અમલમાં મૂકવાની યોજના ધરાવે છે જે વિશ્વસનીય ભાગીદારો વચ્ચે ડેટાના સુરક્ષિત અને મુક્ત પ્રવાહને સક્ષમ કરશે.
યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની ‘યુકે-ઈન્ડિયા ટેક્નોલોજી ફ્યુચર્સ કોન્ફરન્સ’માં બોલતા, શ્રી ગોયલે ભવિષ્યમાં ડિજિટલ વિશ્વ અને સ્થિરતાના મુદ્દાઓને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે નોંધ્યું હતું કે ભાવિ ઉર્જા વપરાશનો નોંધપાત્ર હિસ્સો સિસ્ટમ્સ પ્રોસેસિંગ ડેટા દ્વારા ચલાવવામાં આવશે, જે ટકાઉપણા પર અસર કરી શકે છે. શ્રી ગોયલે ભારતની અનોખી રીતે એકબીજા સાથે જોડાયેલી પાવર ગ્રીડ પર પ્રકાશ પાડ્યો. શ્રી ગોયલે જણાવ્યું હતું કે 2030 સુધીમાં દેશભરમાં એક હજાર ગીગાવોટ ગ્રીડ હશે.
Site Admin | નવેમ્બર 22, 2024 2:29 પી એમ(PM) | વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ