પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે 5મી ઓગસ્ટે સંસદેકલમ 370 અને 35(A) નાબૂદ કરવાનો નિર્ણયલીધો હતો, જે દેશના ઈતિહાસમાં એક યાદગાર ક્ષણ હતી. શ્રીમોદીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર અને લડાખમાં આ પ્રગતિ અને સમૃધ્ધિના નવા યુગનો પ્રારંભ હતો. બંધારણની રચના કરનાર મહાન લોકોનાં અભિગમને અનુરુપ રાજ્યમાં ભારતીય બંધારણનો શબ્દશઃ અમલ કરવામાં આવ્યો છે.તેમણે જણાવ્યું કે, કલમ 370ની નાબુદીથી મહિલાઓ, યુવાનો, પછાતો, આદિવાસી સમુદાયોને સલામતી, ગરિમા અને તકો મળી છે. દાયકાઓથી જમ્મુ કાશ્મીરમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર પણ નાબૂદ થયો છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 8:08 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર | પ્રધાનમંત્રી