ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 7:02 પી એમ(PM)

printer

સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે.  વાણિજ્યઅને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે માંગ-પુરવઠાની સ્થિતિ અને ભાવના વલણોના આધારે ડુંગળીનો લક્ષ્યાંકિત અને સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર રાજ્ય સરકારો સાથેમળીને કામ કરી રહી છે. સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશભરના દરેક ઘરસુધી પોસાય તેવી ડુંગળી પહોંચે. મંત્રાલયે કહ્યું કે સરકાર ડુંગળીના ભાવ પર નજર રાખવા માટે પ્રતિબદ્ધ છે.  મંત્રાલયે કહ્યું કે રાહત દરે ડુંગળીના છૂટક વેચાણ પર કેન્દ્રની પહેલ તેની કિંમતમાં ઘટાડો દર્શાવે છે. આ મહિનાની 5મી તારીખે મોબાઈલ વાન પર 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા મોટાશહેરોમાં જથ્થાબંધ વેચાણ શરૂ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતા સહિત તમામ રાજ્યની રાજધાનીઓમાં તેનો વિસ્તાર કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ