પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમની સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે, 2025નું પ્રથમ કેબિનેટ ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે.તેમણે કહ્યું કે, દેશને તેના તમામ ખેડૂતો પર ગર્વ છે જેઓ રાષ્ટ્રને અન્ન પૂરું પાડવા માટે સખત મહેનત કરે છે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 7:23 પી એમ(PM) | પ્રધાનમંત્રી