ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2024 2:17 પી એમ(PM) | કાયદા

printer

સરકાર આગામી સપ્તાહથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારો કરવા સહિત છ નવા બિલ રજૂ કરશે.

સરકાર આગામી સપ્તાહથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારો કરવા સહિત છ નવા બિલ રજૂ કરશે.
નાણા વિધેયક ઉપરાંત, સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વ્યાપાર કરવામાં સરળતા માટે સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે 1934ના એરક્રાફ્ટ એક્ટને બદલવા માટે ભારતીય વાયુયાન વિધેયક 2024ને સૂચિબદ્ધ કર્યો છે. ગુરુવારે સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા સંસદના બુલેટિનમાં ખરડાઓની યાદી પ્રકાશિત કરવામાં આવી હતી.
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. દરમિયાન, લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ બિઝનેસ એડવાઈઝરી કમિટીની રચના કરી છે જે સંસદીય કાર્યસૂચિ નક્કી કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ