સરકારે આજે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પુનઃ શરૂ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના લોકસભા સાંસદ પ્રણિતી સુશીલ કુમાર શિંદે દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી ત્રણ હજાર રૂપિયાના માસિક પેન્શન સાથે વૃદ્ધાવસ્થાની સુરક્ષા પ્રદાન કરવા 2019માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, જેમની માસિક આવક 15 હજાર રુપિયાથી ઓછી હોય અને ઇપીએફઓ, ઇએસઆઇસી અને એનપીએસનાં સભ્ય ન હોય તેવાં તેવા 18થી 40 વર્ષની વયજૂથનાં શ્રમિકો આ યોજનામાં જોડાઈ શકે છે.
Site Admin | જુલાઇ 22, 2024 7:35 પી એમ(PM) | પેન્શન યોજના