ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2024 2:32 પી એમ(PM) | ગૃહમંત્રી

printer

સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારે માર્ચ 2026 પહેલાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા 55 લોકો સાથે આજે નવી દિલ્હીમાં પોતાનાં નિવાસસ્થાને વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, બસ્તરનાં ચાર જિલ્લા સિવાય સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. શ્રી શાહે નક્સલવાદીઓને હિંસા છોડવા, શસ્ત્રો ત્યજી દેવા અને શરણે આવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ કે, જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની તેમની વિનંતીને નહીં સાંભળે તો સરકાર ટૂંક સમયમાં તેમની વિરુધ્ધ અભિયાન શરૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ