સરકારે નાણા મંત્રાલય તરફથી 46 હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે નકલી સમાચારનો પર્દાફાશ કર્યો હતો. મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે, ગરીબોને આર્થિક સહાયની આડમાં એક મેસેજિંગ એપ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ગરીબોની વ્યક્તિગત માહિતી મેળવવા માટે કપટ કરીને આ એપ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં હતા. મંત્રાલયે આ સંદેશને નકલી જાહેર કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 26, 2024 3:36 પી એમ(PM) | નાણા મંત્રાલય
સરકારે નાણા મંત્રાલય તરફથી 46 હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી
