સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પેન કાર્ડની માહિતીને ઇન્ટરનેટ પર ઉજાગર કરતી વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલયે નાગરિકોની વ્યક્તિગત સંવેદનશીલ ઓળખ સહિત આધાર અને પેનની માહિતી ઉજાગર કરતી કેટલીક વેબસાઈટ્સની ઓળખ પણ કરી છે.ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે આ મામલે આધાર અધિનિયમ 2016ની ધારા 29 (4) હેઠળ કેસ નોંધ્યો છે. ઉપરાંત ભારતીય કમ્પ્યૂટર ઇમરજન્સી ટીમને આ વેબસાઈટ્સમાં સલામતી અંગે ખામીઓ જોવા મળી હતી. સંબંધિત વેબસાઈટ્સના માલિકોને જરૂરી કાર્યવાહી અને સાઈટમાં ફેરફાર કરવાનો નિર્દેશ અપાયો છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:46 એ એમ (AM)