સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં UPSC સિવિલ સર્વિસિસ, IIT અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપ્યું છે.
ગ્રાહક બાબતોના વિભાગે આજે જણાવ્યું હતું કે 656થી વધુ વિદ્યાર્થીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન-1915 પર તેમની ફરિયાદો નોંધીને કોચિંગ સેન્ટરો અને ખાનગી સંસ્થાઓ પાસેથી રિફંડનો દાવો કર્યો હતો.. ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે સરકાર ગ્રાહકોના અધિકારોની રક્ષા માટે સમર્પિત છે. તેમણે ઉમેર્યું હતું કે આ કાર્યવાહી કોચિંગ સંસ્થાઓ નીતિ નિયમોનું પાલન કરે અને ગ્રાહકોના અધિકારોનું સન્માન કરે તે સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતા સૂચવે છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:46 પી એમ(PM)
સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં UPSC સિવિલ સર્વિસિસ, IIT અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપ્યું
