ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2024 8:01 પી એમ(PM)

printer

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો.

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 1975માં આ દિવસે ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી.સોશિયલ મિડિયાપોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે, દમનકારી સરકારનાં અત્યાચાર છતાં લોકશાહીનાં પુનઃ સ્થાપનમાટે સંઘર્ષ કરનાર લાખો લોકોની ભાવનાનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.તેમણે જણાવ્યું કે, સંવિધાન હત્યા દિવસ મનાવવાને કારણે વ્યકિતગત સ્વતંત્રતાનીશાશ્વત જ્યોતિ પ્રજ્વલિત રહેશે અને દરેક ભારતીયમાં દેશની લોકશાહીજીવંત રહેશે.પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સંવિધાન હત્યા દિવસએ વાતની યાદ અપાવે છે કે  ભારતના બંધારણને કચડવાનું આવ્યું ત્યારે શું થયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ