સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે.વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપથી અને ચૂકવણીકરવા માટે પણ વીમા કંપનીઓ સરકારે જણાવ્યું છે.. કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, LICને PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસીધારકોના સંબંધમાંદાવાની રકમ ઝડપથી વિતરિત કરવા માટે સૂચના આપવામાં આવી છે.. મંત્રાલયે જણાવ્યુંહતું કે, દાવાની રકમનું ઝડપી વિતરણ કરવા માટેદાવાની પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજોને વ્યાપકપણે હળવા કરવામાં આવ્યા છે. વીમાકંપનીઓએ વાયનાડ, પલક્કડ, કોઝિકોડ, મલપ્પુરમ અને થ્રિસુર જિલ્લાઓમાં સહાય માટે સંપર્કવિગતો પ્રદાન કરવા માટે વિવિધ ચેનલો દ્વારા તેમના પોલિસીધારકો સુધી પહોંચવા માટેપ્રયાસો શરૂ કર્યા છે
Site Admin | ઓગસ્ટ 3, 2024 8:09 પી એમ(PM)