સરકારે જણાવ્યું છે કે દેશભરમાં ન્યાયાધીશોની 5 હજાર 600 થી વધુ જગ્યાઓ ખાલી છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતમાં બે,વડી અદાલતોમાં 364 અને જિલ્લા તથા ગૌણ અદાલતોમાં પાંચ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. અલ્હાબાદ વડીઅદાલતમાં ન્યાયાધીશોની 160 મંજૂર જગ્યાઓ છે જેમાંથી લગભગ અડધી એટલે કે 79 જગ્યાઓ ખાલી છે. તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરની વિવિધ વડી અદાલતોમાં લગભગ 500 ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે
Site Admin | નવેમ્બર 29, 2024 6:34 પી એમ(PM)